પ્રાર્થના



ઈતની શકિત

ઈતની શકિત હમે દેના દાતા,
મનકા વિશ્વાસ કમજોર હોના,
હમ ચલે નેક રસ્તે પે હમસે,
ભૂલ કરભી કોઈ ભૂલ હોના.ઈતની
દૂર અજ્ઞાન કે હો અંધેરે
તુ હમે જ્ઞાન કી રોશની દે
હર બુરાઈ સે બચતે રહે હમ
જિતની ભી દો, ભલી જિંદગી હો,
બૈર હોના કિસીકો કિસીસે
ભાવના મન મે બદલે કી હોના
હમ ચલે નેક રસ્તે -ઈતની
હમ ના સોચેં હમે કયા મિલા હે
હમ યે સોચે કિયા કયા હૈ અર્પણ
ફુલ ખુશિયો કે બાંટે સભીકો
સબકા જીવન બનજાયે મધુવન
અપની કરૂણા કા જલ તુમ બહાકર
કરદે પાવન હર એક મન કા કોના
હમ ચલે નેક રસ્તે -ઈતની

જીવન જયોત જગાવો

જીવન જયોત જગાવો, પ્રભુ હે,જીવન જયોત જગાવો.
ટચૂકડી આ આંગળીઓમાં ઝાઝું જોર જમાવો,
આ નાનકડા પગને વેગે ભમતાં જગત બનાવો,અમને રડવડતાં શિખવાડો,જીવન..
વણદીવે અંધારે જોવા આંખે તેજ ભરાવો,
વણજહાજે દરિયાને તરવા બળ બાહુમાં આપો,અમને ઝળહળતાં શિખવાડો,જીવન..
ઉગતાં અમ મનનાં ફૂલડાંને રસથી અક્ષર બનાવો,
જીવનનાં રંગો પ્રગટાવા પીંછી તમારી ચલાવો,અમને મધમધતાં શિખવાડો,જીવન..
ઉરની સાંકલડી શેરીનાં પંથ વિશાળ રચાવો,
હૈયાનાં ઝરણાં નાનાને સાગર જેવું બનાવો,અમને ગરજતાં શિખવાડો,જીવન..
અમ જીવનની વાદળી નાની આભ વિષે જ ઉડાવો,
સ્નેહ-શકિત-બલિદાન-નીરથા ભરચક ધાર ઝરાવો,અમને સ્થળ-સ્શળમાં વરસાવો,જીવન.. (કવિ સુન્દરમ)

ઓમ તત સત શ્રી નારાયણ તુ

ઓમ તત સત શ્રી નારાયણ તુ પુરૂષોતમ ગુરૂ તૂ I
સિધ્ધ બુધ્ધ તૂ, સ્કંદ વિનાયક, સવિતા પાવક તૂ II
બ્રહમ મજદ તૂ યહવ શકિત તૂપ ઈસુ પિતા પ્રભુ તૂ I
રુદ્ર, વિષ્ણુ તૂ, રામકૃષ્ણ તૂ, રહીમતાઓ તૂ II
વાસુદેવ, ગો –વિશ્વરુપ તૂ, ચિદાનંદ હરિ તૂ I
અદ્રિતીય તૂ અકાલ, નિર્ભય, આત્માલિંગ, શિવ તૂ II
ઓમ તત સત શ્રી નારાયણ તુ પુરૂષોતમ ગુરૂ તૂ I

હે પ્રભુ આનંદદાતા

હે પ્રભુ આનંદદાતા, જ્ઞાન હમકો દીજીયે,
શીધ્ર સારે દુગુણો કો, દૂર હમસે કીજીયે…હે પ્રભુ
લીજીએ હમકો શરણમે, હમેં સદા સદાચારી બને,
બ્રહમચારી ધમરક્ષક,વીર વ્રતધારી બને…..હે પ્રભુ
પ્રેમ સે હી ગુરુજનો કી,નિત્ય હી સેવા કરે,
સત્ય બોલે જૂઠ ત્યાગે,મેલ આપસ મેં કરે…હે પ્રભુ
નિંદા કીસીકી હમ કિસીસે,ભૂલ સે હી ના કરે



મૈત્રીભાવનું પવિત્ર ઝરણું


મૈત્રીભાવનું પવિત્ર ઝરણુંમુજ હૈયામાં વહ્યા કરે,
શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે
… મૈત્રીભાવનું

ગુણથી ભરેલા ગુણીજન દેખીહૈયું મારું નૃત્ય કરે,
એ સંતોના ચરણકમળમાંમુજ જીવનનું અર્ઘ્ય રહે
… મૈત્રીભાવનું

દીન ક્રુર ને ધર્મવિહોણાંદેખી દિલમાં દર્દ વહે,
કરુણાભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્રોત વહે
… મૈત્રીભાવનું

માર્ગ ભૂલેલા જીવન પથિકનેમાર્ગ ચીંધવા ઊભો રહું,
કરે ઉપેક્ષા એ મારગનીતોય સમતા ચિત્ત ધરું
… મૈત્રીભાવનું

ચિત્રભાનુની ધર્મભાવના હૈયેસૌ માનવ લાવે,
વેરઝેરનાં પાપ તજીનેમંગળ ગીતો એ ગાવે
… મૈત્રીભાવનું

મુનિ શ્રી ચિત્રભાનુ

મંગલ મંદિર ખોલો


મંગલ મંદિર ખોલો,
દયામય ! મંગલ મંદિર ખોલો !

જીવનવન અતિ વેગે વટાવ્યું,
દ્વાર ઊભો શિશુ ભોળો;
તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો,
શિશુને ઊરમાં લ્યોલ્યો; … દયામય !

મંગલ મંદિર ખોલો,
દયામય ! મંગલ મંદિર ખોલો !

નામ મધુર તમ રટ્યો નિરંતર,
શિશુ સહ પ્રેમે બોલો;
દિવ્ય તૃષાતુર આવ્યો બાળક,
પ્રેમ અમીરસ ઢોળો … દયામય !

મંગલ મંદિર ખોલો,
દયામય ! મંગલ મંદિર ખોલો !

નરસિંહરાવ દિવેટીયા




હે શારદે ર્મા,

હે શારદે ર્મા, હે શારદે ર્મા
અજ્ઞાનતા સે હમે ટાળ હે ર્મા
તું સ્વર કી દેવી હૈ સંગીત તુજસે
હર શબ્દ તેરા હૈ, હર ગીત તુજસે
હમ હૈ અકેલે હમ હૈ અધુરે
તેરી ચરણમે હમેં પ્યાર હે ર્મા
હે શારદે મા –(2) અજ્ઞાનતા સે …
મુનિયોને સમજી હૈ,ગુણિયોને જાની
વેદો હી ભાષા, પુરાનોં કી વાણી
હમ ભી તો સમજે, હમ ભી તો જાને
વિદ્યા કા હમકો અધિકાર દે ર્મા
હે શારદે મા –(2) અજ્ઞાનતા સે ..
તું શ્વેતવર્ણી કમલ પે બિરાજે
હાથો મેં વીણા મુકુટ સર પે સાજે
મન સે હમારે મિટાદે અંધેરા
હમ કો ઉજાલો કા સંસાર હે મા
હે શારદે મા –(2) અજ્ઞાનતા સે ..

પ્રાણીમાત્રને

પ્રાણીમાત્રને રક્ષણ આપ્યું,માન્યા સમ સહુને,
પૂણ અહિંસા આચરનારા નમન,તપસ્વી મહાવીરને,
જનસેવાના પાઠ શીખવ્યા,મધ્યમ માગ બતાવીને
સંન્યાસીનો ધમ ઉજાળ્યો,વંદન કરીએ બુદ્વ તને,
એક પત્નીવ્રત પૂરણ પાળયું ટેક વણીને જીવતરમાં
ન્યાય નીતિરૂપ રામ રહેજો,સદા અમારા અંતરમાં,
સઘળાં કાયો કયા છતાંયે, રહયાં હંમેશા નિલેષી,
એવા યોગી કૃષ્ણ પ્રભુમાં,રહેજો અમ મનડાં ખૂંચી,
પ્રેમરૂપ પ્રભુ પુત્ર ઈશુ જે ક્ષમા સિંધુને વંદન હો,
રહમ નેકીનાં પરમ પ્રચારક હઝરત મહંમદ દિલે રહો.
જરથોસ્તીનાં ધમ ગુરુની પવિત્રતા દિલમાં વ્યાપો,
સર્વધર્મ સંસ્થાપક સ્મરણે વિશ્વશાંતિમાં ખપ લાવો.

જન ગણ મન


જન ગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્યવિધાતા!
પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રવિડ ઉત્કલ બંગ,
વિંધ્ય હિમાચલ યમુના ગંગા ઉચ્છલ જલધિ તરંગ,
તવ શુભ નામે જાગે તવ શુભ આશીષ માંગે,
ગાહે તવ જયગાથા।
જન ગણ મંગલદાયક જય હે ભારત ભાગ્યવિધાતા!
જય હે, જય હે, જય હે જય જય જય જય હે॥

ઝંડા ગીત



વિજયી વિશ્વ તિરંગા પ્યારા,
ઝંડા ઊંચા રહે હમારા,
સદા શક્તિ બરસાને વાલા,
પ્રેમ સુધા બરસાને વાલા,
વીરોં કો હસ્સાને વાલા,
માતૃભિમી કા તનમન સારા,
ઝંડા ઊંચા રહે હમારા,
શાન ન ઉસકી જાને પાએ,
ચાહે જાન ભલે હી જાએ,
વિશ્વ વિજયી કર કે દીખલાવે,
તબ હોવે પણ પૂર્ણ હમારા.
ઝંડા ઊંચા રહે હમારા,
વિજયી વિશ્વ તિરંગા પ્યારા,
ઝંડા ઊંચા રહે હમારા,

-કવિ શ્યામલાલ ગુપ્તા



વંદે માતરમ



(સંસ્કૃત મૂળ ગીત)
सुजलां सुफलां मलयजशीतलाम्
सस्य श्यामलां मातरंम् .
शुभ्र ज्योत्सनाम् पुलकित यामिनीम्
फुल्ल कुसुमित द्रुमदलशोभिनीम्,
सुहासिनीं सुमधुर भाषिणीम् .
सुखदां वरदां मातरम् ॥

कोटि कोटि कन्ठ कलकल निनाद कराले
द्विसप्त कोटि भुजैर्ध्रत खरकरवाले
के बोले मा तुमी अबले
बहुबल धारिणीम् नमामि तारिणीम्
रिपुदलवारिणीम् मातरम् ॥

तुमि विद्या तुमि धर्म, तुमि ह्रदि तुमि मर्म
त्वं हि प्राणाः शरीरे
बाहुते तुमि मा शक्ति,
हृदये तुमि मा भक्ति,
तोमारै प्रतिमा गडि मन्दिरे-मन्दिरे ॥

त्वं हि दुर्गा दशप्रहरणधारिणी
कमला कमलदल विहारिणी
वाणी विद्यादायिनी, नमामि त्वाम्
नमामि कमलां अमलां अतुलाम्
सुजलां सुफलां मातरम् ॥

श्यामलां सरलां सुस्मितां भूषिताम्
धरणीं भरणीं मातरम् ॥


આપણું પ્રાચીન રાષ્ટ્રગીત





યજુર્વેદના બાવીશમા અધ્યાયના બાવીશમા અનુવાક તરીકે પ્રાચીન ભારતનું, વૈદિકકાળના ભારતનું રાષ્ટ્રગીત સંગ્રહિત છે.

आ ब्रह्मन ब्राह्मणो ब्रह्मवर्चसी जायतामा राष्ट्रे
राजन्य: शूर ईषव्योडतिव्याधी महारथो जायतां
द्रोग्ध्रीधेनुर्वोढानडवानाशु: सप्ति: पुरन्ध्रिर्योषा जिष्णू
रथेष्ठा: सभेयो युवास्य यजमानस्य वीरो जायतां
निकामे निकामे न: पर्जन्यो वर्षतु फलवत्यो न
ओषधय: पचयन्तां योगक्षेमो न कल्यताम्
(यजुर्वेद ; 22-22)

“હે ભગવાન ! અમારા રાષ્ટ્રમાં બ્રહ્મતેજથી તેજસ્વી બ્રાહ્મણો ઉત્પન્ન થાઓ. અમારા રાષ્ટ્રમાં શૂરવીર, બાણાવળી, શત્રુઓને પરાસ્ત કરનાર, મહારથી ક્ષત્રિયો ઉત્પન્ન થાઓ. અમારા રાષ્ટ્રમાં ગાયો પુષ્કળ દૂધ આપનારી હો; બળદો બળવાન હો; ઘોડાઓ શીઘ્રગામી હો. અમારા રાષ્ટ્રમાં સ્ત્રીઓ વિનયશીલ અને સંસ્કારી હો. અમારા રાષ્ટ્રમાં રથમાં બેસનાર વીરો વિજયશીલ હો. અમારા રાષ્ટ્રમાં યજમાનને વીર અને સભામાં બેસવા યોગ્ય યુવાન પુત્રો ઉત્પન્ન થાઓ. અમારા રાષ્ટ્રમાં જ્યારે જ્યારે વરસાદ જોઈએ ત્યારે ત્યારે વરસાદ (મન માગ્યા મેઘ વરસે). અમારા રાષ્ટ્રમાં ફળથી ભરપૂર વનસ્પતિ-ઔષધીઓ પાકે. અમારું સૌનું યોગક્ષેમ ઉત્તમ સ્વરૂપે સંપન્ન થાઓ.’  [Courtesy By Wikipeida]

હે પરમાત્મા,

મને તારી શાંતિનું વાહન બનાવ.

જ્યાં ધિક્કાર છે ત્યાં હું પ્રેમ વાવું.

જ્યાં ઘાવ થયો છે ત્યાં ક્ષમા

જ્યાં શંકા છે ત્યાં શ્રધ્ધા

જ્યાં હતાશા છે ત્યાં આશા

જ્યાં અંધકાર છે ત્યાં પ્રકાશ

જ્યાં શોક છે ત્યાં આનંદ.

હે દિવ્ય સ્વામી, એવું કરો કે,

હું આશ્વાસન મેળવવા નહિ, આપવા ચાહું

મને બધાં સમજે એ કરતાં હું બધાંને સમજવા ચાહું.

મને કોઈ પ્રેમ આપે એ કરતાં હું કોઈને પ્રેમ આપવા ચાહું.

કારણ કે,

આપવામાં જ આપણને મળે છે;

ક્ષમા કરવામાં જ આપણે ક્ષમા પામીએ છીએ.

મૃત્ય પામવામાં જ આપણે શાશ્વત જીવનમાં જન્મીએ છીએ.



સંત ફ્રાંસિસ            



તે મને શીખવ



હે પ્રભુ,

સંજોગો વિકટ હોય ત્યારે,

સુંદર રીતે કેમ જીવવું?

તે મને શીખવ.

બધી બાબતો અવળી પડતી હોય ત્યારે,  

હાસ્ય અને આનંદ કેમ ન ગુમાવવાં?

તે મને શીખવ.

પરિસ્થિતિ ગુસ્સો પ્રેરે તેવી હોય ત્યારે,

શાંતિ કેમ રાખવી?

તે મને શીખવ.

કામ અતિશય મુશ્કેલ લાગતું હોય ત્યારે,

ખંતથી તેમાં લાગ્યા કેમ રહેવું?

તે મને શીખવ.

કઠોર ટીકા ને નિંદાનો વરસાદ વરસે ત્યારે,

તેમાંથી મારા ખપનું ગ્રહણ કેમ કરી લેવું?

તે મને શીખવ.

પ્રલોભનો, પ્રશંસા, ખુશામતની વચ્ચે

તટસ્થ કેમ રહેવું?

ત મને શીખવ.

ચારે બાજુથી મુશ્કેલીઓ ઘેરી વળે,

શ્રધ્ધા ડગુમગુ થઈ જાય,

નિરાશાની ગર્તામાં મન ડૂબી જાય ત્યારે,

ધૈર્ય અને શાંતિથી તારી કૃપાની પ્રતીક્ષા કેમ કરવી?

તે મને શીખવ.

                 


હે પરમ પ્રભુ,

અમારા વિચારોને એટલા ઉદાર કરો કે

બીજાં માણસનું દ્રષ્ટિબિંદુ અમે સમજી શકીએ.

અમારી લાગણીઓને એટલી મુક્ત કરો કે

બીજાંઓ પ્રત્યે અમે તેને વહાવી શકીએ.

અમારા મનને એટલું સંવેદનશીલ કરો કે

બીજાંઓ ક્યાં ઘવાય છે તે અમે જોઈ શકીએ.

અમારા હ્રદયને એટલું ખુલ્લું કરો કે

બીજાંઓનો પ્રેમ અમે ઝીલી શકીએ.

અમારા ચિત્તને એટલું વિશાળ કરો કે

પોતાના ને પારકાના ભેદથી ઓપર ઊઠી શકીએ.

હે પરમાત્મા,

અમારી દ્રષ્ટિને એટલી ઉજ્જવળ કરો કે

જગતમાં રહેલાં તમારાં સૌંદર્યો ને સત્યો અમે નીરખી શકીએ.

અમારી ચેતનાને એટલી સૂક્ષ્મ કરો કે

તમારા તરફથી અનેકવિધ રૂપમાં આવતા સંકેતો

પારખી શકીએ અને તમારું માર્ગદર્શન પામી શકીએ.



   
પરમાત્માના અસ્તિત્વનું ગાન કરતી પ્રાર્થના




કેટલાક લોકો માને છે કે ભગવાન જેવું કાંઈ છે જ નહિ

અને આ વિરાટ વિશ્વની રમણા

એક સ્વયંસ્ફૂર્ત સ્વયંસંચાલિત લીલા છે.

તેઓ માને છે કે મનુષ્યે પોતાના આશ્વાસન અને આધાર માટે

ઈશ્વરની શોધ કરી છે.

જેથી તે,

ન સમજાતી બાબતોના ખુલાસા આપી શકે

અને સંકટો વચ્ચે ટકી રહી શકે.

પણ ભગવાન,

હું તો જાણું છું કે તમે છો. 

તમે છો તેથી તો હું છું, 

અને તેથી તો છે આ માધુર્યની અજસ્ર ધાર.

લોકો પોતાનામાં ડૂબેલાં રહે છે,

પોતાથી વીંટળાઈ રહે છે,

પોતાને જ જુએ છે ને પોતાનો જ વિચાર કરે છે-

તેથી તેમને તમારો સ્પર્શ મળતો નથી.

તેઓ પોતાની વેદનાની વાતો કરે છે અને પોતાને માટે રડે છે;

પણ તમારે માટે છાની રીતે કોણે આંસુ વહાવ્યાં છે?

તમે તો ચોતરફ આવી રહેલા છો.

અમે જો અમારી જાતમાંથી જરાક બહાર નીકળીએ,

અમારી શતસહસ્ત્ર કામનાઓ, વેગો, ઉત્પાતોને બાજુએ મૂકીએ, 

અમારા મનનો કોલાહલ શાંત કરીએ

અને તમારો ઝીણો સ્વર સાંભળવા કાન માંડીએ,

એક દિવસ નહિ, થોડા દિવસ નહિ

રોજરોજ વિશ્વાસ, શ્રધ્ધા, પ્રેમથી તમારા ભણી ઉન્મુખ થઈએ,

પવિત્ર ને પ્રેમાળ

નિરહંકારી ને નિર્દંભ બનીએ

તો અમને જાણ થાય, ચોક્કસ જ જાણ થાય,

ભગવાન! કે તમે તો સાવ નજીક છો.

હ્રદયના ધબકાર જેટલા નજીક,

શરીરને અડતી હવા જેટલા સ્પર્શ્ય.

અમને જાણ થાય કે

અમારા પર તમારી કૃપા વરસાવવા

તમે પણ અમારી રાહ જોઈ રહ્યા છો.

પણ,

સંસારના રાજમાર્ગ પરથી પસાર થતા

લાખો-કરોડો લોકોને અચાનક અટકાવીને હું પૂછું:

જીવનમાં તમને શું જોઈએ છે?

તો કોણ મને પ્રેમભરપૂર સ્વરે જવાબ આપશે કે

મને બીજું કાંઈ નથી જોઈતું,

માત્ર ભગવાન જોઈએ છે!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો