એક અચંબો – સુંદરમ્

મેં એક અચંબો દીઠો,
દીઠો મેં ઘર ઘર કૃષ્ણ કનૈયો,
હૃદય હૃદય મેં રાધા દીઠી
હું બન્યો મુગ્ધ નરસૈયો
મેં વન વન વૃંદાવન દીઠાં,
મેં તરુ તરુ દીઠી વૃંદા,
મેં પર્ણ પર્ણમાં વૃંદા કેરાં
દીઠાં નંદ જસોદા. – મેં એક..
મેં નદીનદીમાં દીઠી યમુના,
મેં દ્રુહ દ્રુહ દીઠો કાલિ.
મેં પળપળ દીઠી કાલિ દહંતી
કાલી મહાકરાળી. – મેં એક..
મેં નયન નયનમાં ઉદ્ધવ દીઠા,
શયન શયન હરિ પોઢ્યા.
મેં અખિલ વ્યોમ પયસાગર દીઠો,
મેં અંગ અંગ હરિ ઓઢ્યા. – મેં એક..
Share what you loved...

મોકલું – હનીફ સાહિલ

આંખોમાં તરવરે છે તે ભીનાશ મોકલું,
આ ખાલી ખાલી સાંજ ને આકાશ મોકલું.
તારા વગર હયાતીના કાચાં અધૂરા સ્વપ્ન,
રૂંવે રૂંવે ડસે છે તે એહસાસ મોકલું.
તુજને ગમે તો મોકલું ખાલીપણાના ફૂલ
અથવા વળાંકે ઊભેલો વિશ્વાસ મોકલું.
વાંચી તો કેમ શકશે તું શાહીની વેદના,
ઉકલી શકે તો લોહીનો અજવાસ મોકલું.
- હનીફ સાહિલ
Share what you loved...

મળી માતૃભાષા મને ગુજરાતી – ઉમાશંકર જોષી

ગઈકાલે મે ૧, ૨૦૧૩ ના દિવસે ગુજરાત રાજ્ય પોતાના ૫૩ વર્ષની ખુશી ઊજવવી, ત્યારે આપણે ટહુકો પર પણ દર વર્ષની ગુજરાત દિવસ મનાવતા કવિ શ્રી ઉમાશંકર જોષીનું આપણી આ ગરવી ગુજરાતી માતૃભાષા વિષે ગીત અમર ભટ્ટના સ્વરે સાંભળીએ…..
સ્વર : અમર ભટ્ટ
સંગીત : અમિત ઠક્કર
સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી,
મળી માતૃભાષા મને ગુજરાતી.
રમે અન્ય સખીઓ થકી દેઇ તાળી,
સુધા કર્ણ સીંચે ગુણાળી રસાળી.
કરે બોલતા જે ભર્યા ભાવ છાતી,
રમો માતૃભાષા મુખે ગુજરાતી.
મળી હેમઆશિષ, નરસિંહ-મીરાં,
થયા પ્રેમભટ્ટ ને અખો ભક્ત ધીંરા,
પૂજી નર્મદે કાન્ત ગોવર્ધને જે,
સજી ન્હાનલે કલ્પનાભવ્ય તેજે.
ધ્રુવા સત્ય-સાથી અહિંસા સુહાતી,
નમો ધન્ય ગાંધીગિરા ગુજરાતી.
- ઉમાશંકર જોષી
ગુજરાતના અને ગુજરાતીઓના ગુણગાન ગાતા બીજા થોડા ગીતો ટહુકો પર અહીં માણી શકો છો : ગુજરાતગીત
Share what you loved...

સપ્તપદી (ગુજરાતી ફિલ્મ) – Edison, NJ

આજે ગુજરાતી ફિલ્મ સપ્તપદીનું આ મઝાનું ગીત – અને સાથે થોડી માહિતી!
TV Asia Releasing in 
Edison NJ
TV Asia releases Saptapadii in New Jersey at BIG Cinema in Edison from Friday
May 3rd at 7:15pm Daily
Gujarati Literary Academy, Share and Care Foundation and Bharatiya Vidya Bhavan are proud to have presented modern Gujarati Film Saptapadii in NJ as exclusive premiers ! With overwhelming response from their membership to the shows of Modern Gujarati film Saptapadii, it was not possible to accommodate all members due to limited theatre capacity. For members who could not see the film there is an opportunity to go and see the film in Edison NJ at 7:15pm all week starting next Friday May 3rd.
The film has been screened in Phoenix AZ, Boston MA, and Edison NJ to rave reviews from viewers; More shows are planned in USA and Canada, Dubai, Muscat, Portugal, Australia, New Zealand, East Africa; etc. Audiences will surely love this very refreshing modern Gujarati film; which is running for 11 weeks in Mumbai and has been to multiple international film festivals;
Hit Gujarati film Saptapadii written by Boston based poet, playwright Chandrakant Shah along with Director Niranjan Thade and popular Gujarati writer Kajal Oza Vaidya with Music by Rajat Dholakia and Piyush Kanojia and produced by Amitabh Bachchan’s AB Corp. Worldwide distributed by Dr. Devdatt Kapadia of Different Strokes Communications of Mumbai. Top Bollywood Technicians have worked on this film for its post production. TV Asia and Parikh Media Worldwide are USA Media partners !
Share what you loved...

અમર ભટ્ટ સાથે ‘કાવ્યસંગીતયાત્રા’ રવિવાર, ૫ મે (Edison, NJ)

ગુજરાતી લિટરરી ઍકેડેમી ઓફ નોર્થ અમેરિકા

અને

ટીવી એશિયા

સહર્ષ પ્રસ્તુત કરે છે…

‘કાવ્યસંગીતયાત્રા’

ગુજરાતી ભાષાના અર્વાચીનોમાં આદ્ય એવા નર્મદથી માંડીને રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ 
સુધીના અનુઆધુનિક કવિઓનાં કાવ્યોની સંગીતમય રજૂઆતનો એક કાર્યક્રમ.
માતબર ગુજરાતી કવિઓ ‘મરીઝ’ અને મનોજ ખંડેરિયાની કૃતિઓની સૂરોમાં રજૂઆત કરતી
બે CDનાં વિમોચન પણ આ કાર્યક્રમ દરમ્યાન થશે.
ગાયકો : અમર ભટ્ટ, દર્શના ઝાલા અને ફોરમ શાહ
સંગત : હરીશ ટેઇલર (મૅંડોલિન), દીપક ગુંદાણી (તબલા)
દિવસ : રવિવાર, ૫ મે, ૨૦૧૩

સમય : બપોરે બરાબર ૨:૦૦ વાગે

પ્રવેશ : $૧૦ (ઍકેડેમીના સભ્ય), $૨૦ (બીન-સભ્ય)

સ્થળ : ટીવી એશિયા ઑડિટોરિયમ, 76 National Road, Edison, NJ
માહિતી :
રામ ગઢવી 973-628-8269
if you want to become a GLA member, visit GLA blog @ http://glaofna.wordpress.com/
Share what you loved...